Satya Tv News

અંકલેશ્વર GIDCના એક ગોડાઉનમાંથી અધ..અધ..વિદેશી દારૂ ઝડપાયો

વિહિતા કેમ ચોકડી પાસેના ગોડાઉનમાંથી 956 પેટી વિદેશી દારૂ ઝડપાયો

GIDC પોલીસને સૌથી મોટી સફળતા મળી કહી શકાય

GIDC પોલીસે 44.60 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

પોલીસે ગોડાઉન ભાડે રાખનાર નિશાર પઠાણને જાહેર કર્યો વોન્ટેડ

અંકલેશ્વર GIDC પોલીસને વિદેશી દારૂ ભરેલ ગોડાઉનનો પર્દાફાર્શ કરવામાં મોટી સફળતા મળી છે. પોલીસે વિહિતા કેમ ચોકડી નજીક એક ગોડાઉનમાં છુપાવેલા વિદેશી દારૂની 956 પેટીઓમાં 44.60 લાખના ઉપરાંતના વિદેશી દારૂને ઝડપી પાડી ગોડાઉન ભાડે રાખનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અંકલેશ્વર GIDC પોલીસને વિહિતા કેમ ચોકડી પાસેના ગોડાઉનમાં છુપાવેલા વિદેશી દારૂના અધ..અધ..અધ..વેપલાનો પર્દાફાર્શ કરવામાં સૌથી મોટી સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઇને બાતમીદારથી બાતમી મળેલ કે અંકલેશ્વર GIDCમાં આવેલ વિહિતા કેમ ચોકડી નજીક આવેલ પ્લોટ નંબર 307/308થી 311 પૈકીના પ્લોટ નંબર 50 આવેલ ગોડાઉન નંબર 2માં ભાડાના ગોડાઉનમાં મસમોટો વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો છુપાવેલ છે.

બાતમીવાળી જગ્યાએ GIDC પોલીસ મથકના પોલીસ જવાનોએ ઘણા સ્થળે પહોંચી તપાસ કરતા ગોડાઉનમાં 956 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની નાની મોટી બાટલો અને બિયરના ટીન મળી 33865 બોટલનો રૂપિયા 44 લાખ 60 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. GIDC પોલીસે આ ગોડાઉન ભાડે રાખનાર બુટલેગર પઠાણ નિશાર કલાલખાન રહેવાસી 34 હાજા રોહાઉસ નરોલી રોડ, બોમ્બે હોટેલ, અમદાવાદનાઓને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: