અંકલેશ્વર પંથકમાં ઇકો કાર સાઇલેન્સર ચોરી કરતી ગેંગ ફરી સક્રિય
પીરામણ ગામમાં ઇકો કારનું સાઇલેન્સર ચોરી કરી ચોર ફરાર
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આદરી
અંકલેશ્વર પંથકમાં ઇકો કારના સાઇલેન્સર નિશાન બનાવતી ગેંગ ફરી સક્રિય થવા પામી છે. શહેરના પિરામણ ગામે ચોર ટોળકીએ ઇકો કારનું સાઇલેન્સર ચોરી ફરાર થયા શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર પંથકમાં ઇકો કારના સાઇલેન્સર નિશાન બનાવતી ગેંગ ફરી સક્રિય થઇ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પિરામણ ગામની અલીફ પાર્કના મકાન નંબર 4માં રહેતા શાહનવાઝ ગની મુલ્લાની ઇકો કાર નંબર GJ 16 DC 204ને સાઇલેન્સર ચોરી કરતી ગેંગ દ્વારા નિશાન બનાવી કારના સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ મામલે શાહનવાઝ મુલ્લાએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 45 હજારના ઇકો કારના સાઇલેન્સર ચોરી અંગે ગુનો નોંધી તસ્કર ટોળકીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર