અંકલેશ્વરના જુના બોરભાથાના સ્મશાન પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો.
ડિકમ્પોઝ હાલતમાં નદીમાંથી મળ્યો મૃતદેહ
સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી ઘટના સ્થળે પહોચ્યા.
શહેર પોલીસે મૃતદેહના વાલી વરસોની શોધખોળ આરંભી.
અંકલેશ્વરના જુના બોરભાથા ગામના સ્મશાન નજીક નર્મદા નદીમાંથી એક ઈસમનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા શહેર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી તેના વાલી વરસોની શોધખોળ આરંભી છે.
અંકલેશ્વરના જુના બોરભાઠા ગામના સ્મશાન નજીક નર્મદા નદીના કિનારેથી એક ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ સ્થાનિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મશ સોલંકીને કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ ઘટના સ્થળે દોડી આવી તપાસ કરતા ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ હોવાનું ફલિત થયું હતું. જેથી તેઓએ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી મૃતદેહના વાલીવારસોની શોધખોળ આરંભી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર