અંકલેશ્વર ભરૂચ NH 48 વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું
NH 48 સહયોગ હોટેલના પાર્કિંગમાંથી ઝડપાયો વિદેશી દારૂ
અંકલેશ્વર બી. ડિવિઝન પોલીસે 20.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ બે ફરાર
અંકલેશ્વર ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ સહયોગ હોટેલના પાર્કિંગમાંથી બી ડિવિઝન પોલીસે રૂપિયા 20.43 લાખથી વધુના વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે બે બુટેલગરને ઝડપી પડી અન્ય બેને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરથી ભરૂચ જતા નેશનલ હાઇવે નંબર 48 આવેલ સહયોગ હોટેલના પાર્કિંગમાં વિદેશી દારૂ ભરેલ કન્ટેનર નંબર HR-55-W-1404 ઉભું રાખેલ છે. પોલીસે બાતમીના આધારે સહયોગ હોટેલના પાર્કિગમાં કન્ટેનર નંબર HR-55-W-1404ના ડ્રાઈવર બાબુસીંહ ગુલાબસિંહ રાવત અને કંડેક્ટર સુવાલાલ છોગાજી ગુરજર બંને રહેવાસી રાજસ્થાનનાઓને પાસે કન્ટેનર ખોલાવી ચેક કરતા મોટી માત્રમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયર મળી 14 લાખ 35 હજાર 200નો વિદેશી દારૂ અને મોબાઈલ તથા કન્ટેનર મળી 20 લાખ 43 હજાર 200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે ડ્રાઈવર બાબુસીંહ ગુલાબસિંહ રાવત અને કંડેક્ટર સુવાલાલ છોગાજી ગુરજરની અટકાયત કરી વિદેશી દારૂનો જથ્થો મોકલનાર ઓમપ્રકાશ ઉર્ફે ઓમજી અને વિદેશી દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર