આજ રોજ તક્ષશિલા વિદ્યાલયમાં ધોરણ-૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં સ્વામીનારાયણ સંસ્થામાંથી પધારેલ શ્રી યાશોનીધી સ્વામીજી તથા શ્રી ઘનશ્યામ જીવનદાસ સ્વામીજી દ્વારા વિદ્યાર્થીઓને “સાચવો ક્ષણ મેળવો મણ” સૂત્ર દ્વારા પ્રેરણાદાયી આશીર્વચનો પ્રદાન કર્યા.
આ પ્રસંગે શાળાના વડીલ પ્રમુખ ગુમાનભાઇ પટેલ, ચેરમેન વિમલભાઇ પાઠક, વહીવટદાર રસીલાબેન કુંભાણી, આચાર્ય ઘનશ્યામભાઇ પટેલ, શાળાના શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.