‘1.15 લાખ મોકલ, નહીં તો બદનામ કરી નાખીશ’
બોયફ્રેન્ડએ કહ્યું-‘હવે લગ્ન કરવાના જ છે તો મને તારા ‘પેલા’ ફોટા મોકલને’
હવે એ જ ફોટા-વીડિયોથી બ્લેકમેલિંગનો ખેલ શરૂ થયો
બંનેયે વોટ્સએપ પર વાતચીત કરવાની ચાલુ કરી
યુવકે ફોટા અને વીડિયો તેની ફ્રેન્ડને મોકલી આપવાની ધમકી આપી
સોનાની ચેઇન અને કડુ ગીરવે મૂકીને યુવકને 35 હજાર રૂપિયા આપ્યા
અંકલેશ્વરમાં એક યુવતી સોશિયલ મીડિયા ફ્રેન્ડ બનાવો પડ્યો ભારે યુવકે યુવતી સાથે લગ્નની લાલચ આપી અશ્લીન ફોટા અને વિડિઓ માગ્યા અને તેને પાસે 1.15 લાખ ની માંગણી કરી અને નહીં મોકલે તો તારા ફોટો અને વિડિઓ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હતો ત્યાર બાદ યુવતી એ કંટાળી પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી
અંકલેશ્વર શહેરમાં રહેતી એક યુવતી ઉપર બ્રિજરાજસિંહ રાણા નામના યુવકે સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે ફ્રેન્ડ રિકવેસ્ટને યુવતીએ એક્સેપ્ટ કર્યા બાદ તેના જીવનની રેખા બદલાઈ ગઈ. બંને વચ્ચે મેસેન્જર દ્વારા વાતચીત શરૂ થઈ હતી. જોકે એક માસની મિત્રતા બાદ યુવકે તેને પ્રેમ સંબંધ બાંધવાનું જણાવ્યું હતું. જે બાદ યુવતી પાસે તેણે વોટ્સએપ નંબર મેળવી બંનેય તેના થકી ચેટિંગ અને વીડિયો કોલથી વાતચીત કરતા હતાં. ત્યાર બાદ યુવકે યુવતી સાથે લગ્ન કરવાની વાત મૂકી હતી જે યુવતીએ પણ હા પાડતા બંનેય વધુ નિકટ આવ્યા હતાં.
ત્યાર બાદ યુવકે યુવતીને વધુ વિશ્વાસમાં લઈને કહ્યું હતું કે, ‘હવે તો આપણા લગ્ન થવાના છે તો તું તારા પેલા ફોટા મોકલને’. જેથી યુવતી તેની વાતોમાં આવીને પેલા ફોટા અને વીડિયો યુવકને મોકલી આપ્યા હતાં. જે બાદ યુવકે પોતાનો પૈસા લૂંટવાનો ખેલ શરૂ કર્યો. ઓક્ટોબર 2022માં યુવતીને કોલ કરીને યુવકે રૂ. 80 હજારની જરૂરત છે તો તું કરી આપવા કહ્યું હતું. જેથી યુવતીએ તેની પાસે રૂપિયા નહિ હોવાનું કહેતા યુવકે તેના ફોટા અને વીડિયો તેની ફ્રેન્ડને મોકલી આપવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કરી. જેથી યુવતીએ ગભરાઈને મની ટ્રાન્સફરવાળા પાસેથી રૂપિયા 80 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતાં. જોકે ત્યાર બાદ પણ યુવકે યુવતી પાસે 35 હજાર રૂપિયાની માંગણી કરી હતી.
યુવકને ફરી પૈસાની જરૂર પડતાં તેણે ફરી યુવતીને શિકાર બનાવી પહેલા 80 હજાર માંગ્યા ત્યારબાદ 35 હજારની માંગણી કરી. જે રૂપિયા યુવતીએ આપવાની ના કહેતા યુવકે યુવતીની ફ્રેન્ડ અને તેની ભાભીને તેના અશ્લીલ ફોટા અને વીડિયો મોકલી આપ્યા હતાં. જેથી યુવતીની ફ્રેન્ડે તેને ફોન કરીને જાણ કરતા તેણે તેની પાસેના સોનાની ચેઇન અને કડુ, સોનીને ત્યાં ગીરવે મૂકીને યુવકને 35 હજાર રૂપિયા મોકલી આપ્યા હતાં. તેમ છતાંય યુવકે યુવતી પાસે વધુ રૂપિયાની માંગણી કરતાં યુવતી કંટાળી જઈને સમગ્ર વાત તેની માતાને કરતાં માતા અને તેના કાકાએ તેને હિંમત આપતા યુવતીએ અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ બ્લેકમેઇલ કરીને રૂપિયા 1,15,000 પડાવી લીઘા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે યુવકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર