GEBની 101 ટિમના અંકલેશ્વર શહેર વિસ્તારમાં દરોડા, સંપૂણ GDVCL ટિમ
DGVCLના અધિકારીગણ, પોલીસ, વિજિલન્સ, સ્થાનિક પોલીસ.
કસભાતિવાડ, મુલ્લાવાડ, જમાઈ મહોલ્લા, એશિયાડ નગર, સહિત વિસ્તારમાં કરાયું ચેકીંગ.
48 કેસ કર્યા જેમાં 28.47 લાખનો દંડ કર્યો.
વીજ ચોરી કરતા 43 જેનો દંડ 26.62 લાખ
6 કેસ ગેરરીટીના 1.85 લાખ દંડ વસુલાયો.
અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ, મુલ્લાવાડ, જમાઈવાડ સહિતના વિસ્તારોમાં વીજ કંપનીએ દરોડા પાડી 30 લાખથી વધુની વીજ ચોરી ઝડપી પાડી હતી
અંકલેશ્વર શહેરમાં ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોશીસને પગલે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ,સ્થાનિક સહિત 101 ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ, મુલ્લાવાડ, જમાઈવાડ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધર્યું હતું વીજ કંપનીના દરોડને પગલે શહેરમાં વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો વીજ કંપનીની ટીમોએ અંદાજીત 2 હજારથી વધુ વીજ કનેક્શનને ચેક કરતા તેમાંથી 91 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી જ્યારે 6 રહેણાંક કનેક્શનને બદલે કોમર્શિયલ વીજ વપરાશ કરતા ગ્રાહક મળી કુલ 97 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઇ હતી વીજ કંપની દ્વારા 50 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે વહેલી સવારથી વીજ ટીમોએ અડધું શહેર ધરમોડી નાખી ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લોશીસને સરભર કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે વીજ દરોડાને પગલે ગેરરીતિ કરતા તત્વોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો છે.