Satya Tv News

અંકલેશ્વર GIDC પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો

કોસમડી ગામના મોરા ફળીયામાંથી ઝડપાયો વિદેશી

પોલીસે કરી બુટલેગરની અટકાયત

પોલીસે 21 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત

અંકલેશ્વર GIDC પોલીસે કોસમડી ગામના મોરા ફળીયામાંથી રૂપિયા 21 હજાર ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ હતો તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળિયામાં અંકલેશ્વર શહેરના સંજય નગરમાં રહેતો બુટલેગર ભાવેશ ઇશ્વર પટેલ વિદેશી દારૂનો જથ્થો લઇ આવ્યો છે. જેથી GIDC પોલીસે બાતમીવારી જગ્યાએ તપાસ કરતા વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી રૂપિયા 21 હજાર 600નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગર ભાવેશ ઇશ્વર પટેલ અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: