અંકલેશ્વર જીતાલી સેંગપુર રોડ પર બની હિટ એન્ડ રનની ઘટના
નશામાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર મારી પલ્ટી
એકનું ઘટના સ્થળે મોત ડ્રાઈવર સહીત વધુ એકને ઇજા
ઈજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડાયા
તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વરના જીતાલી સેંગપુર માર્ગ પર નાશમાં ધૂત ઇકો કાર ચાલકે ઇકો કાર પલ્ટી મારતા એકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજવા પામ્યું હતુ. જયારે વધુ બે ઇજાઓને પગલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જીતાલી સેંગપુર માર્ગ પરથી ઝઘડિયા GIDCમાં જતા નશામાં ધૂત ઇકો કાર નંબર GJ 16 CN 7150ના ચાલકે કાર પલ્ટી મારી હતી. જેને લઇ કારમાં સવાર 23 વર્ષીય ઝીલકુમાર શૈલેષ પટેલનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતુ. જયારે ચાલક જયેશ વસાવા અને અન્ય એક ઇકો કાર સવાર કુલદીપસિંહ ચૌહાણને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પી. એમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ કરણસીંગ સાથે આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર