Skip to main content

Satya Tv News

અંકલેશ્વર ઇક્કો કારના સાઈલેન્સરની 2 જગ્યા પર થઈ ચોરી
હોરીજન હોટલની સામે ૩૫ હજારના મટિરિયલની થઈ ચોરી
બીજી તરફ ગુરુકૃપા સોસાયટીમાં ૭૦ હજારના સાઈલેન્સર થઈ ચોરી

અંકલેશ્વર યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાંથી વાહન ચોરી ઇક્કો કારના સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થયા તો બીજી તરફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગુરુકૃપા સોસાયટીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૭૦ હજારના સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના કોસમડી ગામના મોરા ફળિયામાં રહેતા સંદીપ વિનુ વસાવાએ ગત તારીખ-૨૭મી ફેબ્રુઆરીના રોજ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૧૬.સી.એસ.૬૦૩૫ અંકલેશ્વરના યશ હોસ્પિટલની બાજુમાં આવેલ હોરીજન હોટલની સામેના પાર્કિંગમાં પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ સાઈલેન્સરના ૩૫ હજારના મટિરિયલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તો બીજી તરફ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગુરુકૃપા સોસાયટીમાં પાર્ક કરેલ ઇક્કો કારમાંથી ૭૦ હજારના સાઈલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયા હતા આવેલ મૂળ અમરેલીના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા બાબુ કરસન ડોબરિયાએ પોતાની ઇક્કો કાર નંબર-જી.જે.૦૫.આર.કયું.૬૩૫૦ ગત તારીખ-૨૧મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરની સામે પાર્ક કરી હતી તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની કારમાં રહેલ ઓરીજીનલ ૭૦ હજારનું સાઈલેન્સર ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકષ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

error: