Satya Tv News

પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામે વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત
વિદેશી દારૂનો જથ્થા સાથે બુટલેગર ત્રણ ઈસમોને વોન્ટેડ કર્યા જાહેર
મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં બાતમી આધારે પોલીસે દરોડા પાડ્યા

પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

હોળી-ધૂળેટી પર્વમાં રેલમછેલ થાય તે પહેલા જ પાનોલી પોલીસે આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા પરથી રૂ.૧૧.૨૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી.

પાનોલી પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખે વિદેશી દારૂનો જથ્થો મંગાવી આલુંજ-પિલુદ્રા ગામ તરફ જતા માર્ગની બાજુમાં આવેલ ખેતરના શેઢા ઉપર સંતાડી રાખ્યો છે જે દારૂનો જથ્થાની મહેશ છના વસાવા રખેવાળી કરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે મહેશ વસાવા પોલીસને જોઇને ફરાર થઇ ગયો હતો.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૯૩૭૨ નંગ બોટલ મળી કુલ રૂ.૧૧.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર જીગ્નેશ પરીખ તેમજ રમઝાન ઇદ્રીશ શેખ સહીત ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: