હું કંઇ બનીને ઘરે આવીશ તેવી ચિઠ્ઠી મૂકી ધોરણ 10નો છાત્ર ગુમ
અંકલેશ્વર શહેરમાં બનેલી ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડેપો-રેલ્વે સ્ટેશને પણ શોધખોળ કરી
અંકલેશ્વરના કોસમડીમાં હું કઈ બની ને ઘરે આવીશ ની ચિઠ્ઠી મૂકી ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગૃહત્યાગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ મામલે GIDC પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હું કઈ બની ને ઘરે આવીશ ની ચિઠ્ઠી મૂકી ધોરણ 10 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગૃહત્યાગ કર્યો હોવાની ઘટના સામે આવી છે. બાળકનું અપહરણ કરાયું હોવાની આશંકા પરિવારે વ્યકત કરી છે. તો બીજી તરફ અભ્યાસનું ભારણ કે પછી પરિવારનો અભ્યાસલક્ષી ઠપકો ગૃહ ત્યાગ કરવાનું પ્રાથમિક કારણ હોવાનું અનુમાન છે. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલ કુમકુમ બંગ્લોઝમાં રહેતા પ્રિયવ્રત સોમેશકુમાર યાદવેન્દ્ ર ગત 4થી માર્ચના રોજ ઘરમાં એક ચિઠ્ઠી મૂકી ઘર છોડી નીકળી ગયો હતો.
માતા અનુપમાદેવી ઘરે આવતા ઘરે પોતાના 14 વર્ષના પુત્ર પ્રિયવ્રત ને શોધતા તે મળી ના આવ્યો હતો પણ તેની ચિઠ્ઠી પરિવારને મળી હતી જેમાં લખ્યું હતું કે હું કઈ કે બની ને ધરે આવીશ. માતાએ તેના પિતાને બનાવ અંગે જાણ કરી સ્વજનો સાથે શોધખોળ કરી હતી જો કે તે નહી મળી આવતા અંતે જીઆઇડીસી પોલીસ મથકે માતાએ પોતાના પુત્ર નુંઅપહરણ થયું હોવાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી હતી.
પરિવાર ની પ્રાથમિક પૂછપરછમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા પ્રિયવ્રતને અભ્યાસલક્ષી ઠપકો આપવામાં આવતાં તે ઘર છોડી ચાલ્યો ગયો હોવાનું જાણવા મળી રહયું છે. હાલ તો પોલીસે ગુમ થયેલાં કિશોરની શોધખોળ આદરી છે. આસપાસના જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં તેના ફોટા મોકલવા સાથે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર