અંકલેશ્વરના એક ગામમાં છેડતીની ઘટના આવી સામે
13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર
GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ
અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલાં કરવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ મામલે GIDC પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર GIDC પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના એક ગામ રહેતી 13 વર્ષીય બાળકી ઘરમાં એકલી હતી અને નાહવા જતી હતી. તે દરમિયાન બપોરના સમયે 13 વર્ષીય બાળકીની એકલતાનો લાભ લઇ સામેના જ ઘરમાં રહેતા નરાધમ યુવાન ભુપેન્દ્ર રામેશ્વર ગોંડ ઘરમાં ઘુસી આવ્યો હતો. અને બાળકીએ ગભરાયને ભાગવા જતા તેને પકડી દરવાજો બંધ કરી છાતીના ભાગે અને અન્યત્ર શારીરિક અડપલાં કર્યા હતા. જેને લઇ બાળકીએ બૂમાબુમ કરતા હવશખોર ભુપેન્દ્ર ગોંડ ઘરમાંથી જતો રહ્યો હતો. જોકે તે સમયે બાળકીને કોઈને પણ વાતની જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઘટના અંગેની જાણ બાળકીને તેની માસીને કરતા માસીએ બાળકીની માતાને ફોન કરી ઘરે બોલાવી હતી. 13 વર્ષીય બાળકીએ સમગ્ર ઘટનાની જાણ પોતાની માતાને કરી હતી. જેથી 13 વર્ષીય દીકરીની માતાએ તાત્કાલિક અસરથી GIDC પોલીસ મથકે ગુનો દર્જ કરાવ્યો હતો. GIDC પોલીસે બનાવ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર