અંકલેશ્વર કાપોદ્રા ગામમાં બંધ મકાનને ચોરી કરી તસ્કરો ફરાર
55 હજાર રોકડા મળીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન
પોલીસે ડોગ સ્કોડ અને FSLની મદદથી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી
કાપોદ્રા ગામમાં આવેલ ઝકરીયા પાર્કમાં બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્કમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 55 હજાર રોકડા મળીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને પલાયન થઈ ગયા છે. ચોરીની જાણ થતાં જ મકાન માલિકે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં આસિફ ઈસ્માઈલ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કોઈ કામ અર્થે પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગામ ગયા હતાં. આ સમય દરમિયાન તસ્કરોએ રાત્રિના તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી તિજોરી અને તેનું લોકર તોડી અંદર રહેલા રોકડા રૂપિયા 55 હજાર, પત્નીના સોના-ચાંદીમાં દાગીના અને પુત્રીના ગલ્લામાં ભેગા કરેલા રૂપિયા લઈને અંધારામાં પલાયન થઈ ગયા હતાં.
જયારે બીજા સવારે આસિફ સોલંકી સવારે વહેલા ઘરે આવતા તેંમના રૂમનો દરવાજો ખુલ્લો જોતાં ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આસપાસ તપાસ કરી ડોગ સ્કોડ અને એફએસએલની મદદ મેળવી તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર