Satya Tv News

અંકલેશ્વર GIDCની અક્ષર ફેબ્રિક્સ કંપનીમાં કામદારનો હાથ કપાયો
બોઇલર પ્લાન્ટમાં કામ કરતી મહિલા કર્મચારીનો હાથ કપાયો
મશીનના પાટામાં હાથ આવી જતા મહિલા કર્મીનો ડાબો હાથ કપાયો
મહિલા કર્મીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાય
GIDC પોલીસે આકસ્મિક અકસ્માત અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

https://fb.watch/jlm1SX3tib/

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવ ચોકડી સ્થિત અક્ષર ફેબ્રિકેશન કંપનીમાં બોઈલર પ્લાન્ટમાં કામ કરતી મહિલાઓ હાથ મશીનમાં આવી જતા કપાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી

મૂળ રાજસ્થાન અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવ ચોકડી સ્થિત અક્ષર ફેબ્રિકેશન કંપનીમાં રહેતી ૫૦ વર્ષીય દીતુ ઉર્ફે ભૂરીબેન મુનિયા ગત તારીખ-૧૬મી માર્ચના રોજ અક્ષર ફેબ્રિકેશન કંપનીમાં બોઈલર પ્લાન્ટમાં કામ કરતી હતી તે વેળા અચાનક મશીનના પટ્ટામાં મહિલાનો ડાબો હાથ આવી જતા ખભાના ભાગેથી કપાઈ જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: