અંકલેશ્વર ખરોડ ગામમાં બીજા માળેથી પટકાતા અકસ્માત
પાનોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અપાઈ
અંકલેશ્વર પાલિકા સંચાલિત પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડી
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં મકાનમાં ટાઇલ્સ લગાડવાની કામગીરી કરનાર કામદાર બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતા તેનુ કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતુ.
અંકલેશ્વર પાનોલીને અડીને આવેલ ખરોડ ગામની એક બહુ મજલી ઇમરાતના બાંધકામ સ્થળે આજરોજ સવારે અકસ્માતે એક કામદારે સંતુલન ગુમાવતા તે નીચે પટકાયો હતો તેને શરીરે ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે પાનોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા પરંતુ ટૂંકી સારવારને અંતે તેનુ મોત નીપજ્યુ હતુ.બનાવ અંગે પાનોલી પોલીસ મથકે અકસ્માત મોત નો ગુનો દર્જ કરી ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વર પાલિકા સંચાલિત પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ અંકલેશ્વ