Satya Tv News

વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી
WHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ આપી ધમકી
આરોપીએ મોટા વરાછાના સાડીના વેપારી પાસેથી માંગી હતી 5 લાખની ખંડણી
વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા આપી ધમકી

ધમકી મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

સુરતમાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તેવામાં હવે સુરતના એક વેપારીનેએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતના એક વેપારીને WHATSAPP પર ફોન કરીને સુખુ નામના આરોપીએ ધમકી આપી હોવાનું ખૂલ્યું છે. આ સાથે આ ઇસમે સાડીના વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગી હતી. જોકે વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા ધમકી આપી હોવાનું સામે આવતા હતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ડાયમંડ નગરી સુરતમાં દુષ્કર્મ, હત્યા, આત્મહત્યાના બનાવોની વચ્ચે હવે વેપારીને ગેંગસ્ટર દ્વારા ધમકી આપવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં એક સાડીના વેપારી પાસેથી તાજેતરના સુખુ નામના ઇસમે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો માણસ બનીને 5 લાખની ખંડણી માંગી હતી.

સુરતના સાડીના વેપારી પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો માણસ બનીને 5 લાખની ખંડણી માંગતા ચકચાર મચી ગઈ છે. આ તરફ વેપારીએ લોરેન્સ બિશ્નોઈને ઓળખવાનો ઈન્કાર કરતા WHATSAPP પર ફોન કરીને સુખુ નામના ઇસમે વેપારીને ધમકી આપી હોવાનું ખૂલ્યું છે.

સુરતની આ ઘટનામાં વેપારીને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી મળ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. આ તરફ સુખુ નામના આરોપીએ ધમકી આપ્યા બાદ હવે વેપારીએ ધમકી મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને લઈ હવે વરાછા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ફરી એકવાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકી મળી છે. સલમાન ખાનને ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તેની ટીમે મુંબઈની બાંદ્રા પોલીસમાં કેસ નોંધાવ્યો છે. ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ મુંબઈ પોલીસે અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંદ્રા પોલીસે આ મામલે આઈપીસીની કલમ 506 (2), 120 (બી) અને 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ અગાઉ શનિવારે મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગર્ગ સામે અભિનેતા સલમાન ખાનની ઓફિસમાં ધમકીભર્યા ઈમેલ મોકલવાના આરોપમાં કેસ દાખલ કર્યો હતો.

error: