Satya Tv News

અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળ્યો

પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કરી હોવાનું સેવાઈ રહી છે આશંકા

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વરમાં હવા મહેલ નજીક ખુલ્લા સ્થળેથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ડી.વાય.એસ.પી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.

https://fb.watch/jt0jmJuTF6/

અંકલેશ્વર હાઈવેને અડીને આવેલ હવા મહેલ પાસેથી રસ્તાની બાજુમાં આવેલ અવાવરું જગ્યા ઉપરથી એક અજાણ્યા યુવાનનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે રાહદારીઓએ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈને જાણ કરતા ડી.વાય.એસ.પી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેના પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખની છે કે પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનની હત્યા કરી હોવાનું આશંકા સેવાઈ રહી છે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: