અંકલેશ્વર પાનોલી GIDCની મેઘમણી કંપનીની ગેરરીતિ આવી સામે
આમલખડી ઓવર બ્રિજ પર ટ્રક ડ્રાઈવર કેમિકલ બેગ નાખતો ઝડપાયો
સોલિડ વેસ્ટ ઓવરલોડ ભરેલ ટ્રકમાંથી બેગ નીચે પડતા સગેવગે કરાય
GPCB ઘટના સ્થળે દોડી આવી કંપની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી
GPCB દ્વારા ફોટોગ્રાફ્સ અને વેસ્ટર્ન સેમ્પલ લઇ વડી કચેરી મોકલાયા
અંકલેશ્વરના આમલાખાડી ઓવરબ્રિજ પર પાનોલી GIDCની મેઘમણી કંપનીમાંથી કેમિકલ સોલિડ વેસ્ટ ઓવરલોડ ભરેલ ટ્રકમાંથી કેમિકલ બેગ નીચે પડતા આમલા ખાડી સગેવગે કરતો ડ્રાઈવર આબાદ ઝડપાય જવા પામ્યો હતો. જેની જાણ GPCBને કરવામાં આવતા GPCB ઘટના સ્થળે દોડી આવી ઓવરલોડ ટ્રકના ફોટોગ્રાફ્સ અને સેમ્પલ લઇ વડી કચરી મોકલી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગીક વસાહતમાં આવેલ મઘમણી ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાંથી એક ટ્રક ઓવરલોડ કેમિકલ સોલિડ વેસ્ટ ભરી દહેજ BAIL કંપનીમાં જતું હતું. તે દરમિયાન અંકલેશ્વર હાઇવે નંબર 48 પર આમલાખાડી ઓવર બ્રિજ પર કેમિકલ વેસ્ટ ભરેલ મસમોટી બેગો નીચે પડી જતા ફક્ત એક જ ડ્રાઈવર હોવાથી તેને આમલાખાડીમાં સગેવગે કરવાની શરૂઆત કરી હતી. જેની જાણ સ્થાનિક મીડિયાને થતા તેને આવી અટકાવી અને GPCBને જાણ કરી હતી.
જેથી GPCBની ટીમે ઘટના સ્થળે દોડી આવી ઓવરલોડ કેમિકલ સોલિડ વેસ્ટ બરેલ ટ્રકના ફોટોગ્રાફ્સ લઇ અને સોલિડ વેસ્ટના નમૂના લઇ વડી કચેરી ગાંધીનગર મોકલવાની તૈયારી બતાવી હતી.
નોંધનીય છે કે GPCB કંપની સત્તાધીશોને ઘટના સ્થળે બોલાવી કાયદેસર કરવાની પ્રક્રિયાની નોટીશ પાઠવી હતી. જોકે ETP વેસ્ટના નામે પ્લાસ્ટિક બેગમાં સોલિડ વેસ્ટ લઇ જવાતો હોવાની દ્રશ્યોને લઇ GPCB અધકારી પણ લાલઘૂમ થયા હતા. કંપની સત્તાધીશોની આવી ગંભીર ગેરરીતિ મામલે ઝાટકણી કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર