Skip to main content

Satya Tv News

અંકલેશ્વર : જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કોર્પોરેટ ક્રિકેટ મેચમાં SP ઇલેવનનો થયો શાનદાર વિજય

અંકલેશ્વરની જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટનું કરાયું આયોજન

રોયલ સ્પોર્ટ ગ્રુપ દ્વારા કરાયું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

કોર્પોરેટની સાત ટીમોએ લીધો ટુર્નામેન્ટમાં ભાગ

ફાઇનલ મેચમાં ભરૂચ SP ઇલેવનનો થયો શાનદાર વિજય

અંકલેશ્વરની જૂની દીવી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોયલ સ્પોર્ટ ગ્રુપ દ્વારા યોજાયેલ કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભરૂચ SP ઈલેવનનો શાનદાર વિજય થયો હતો.

અંકલેશ્વરની જૂની દીવી ગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોયલ સ્પોર્ટ ગ્રુપ દ્વારા કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોર્પોરેટ જગતની સાત જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ આજરોજ યોજાવા પામી હતી. જેમાં ભરૂચ SP ઈલેવને પ્રથમ તોશ જીતી ધમાકેદાર બેટિંગ કરી 165 રન ફટકાર્યા હતા. જેનો સામનો કરતા જેમાં HDFC ઇલેવનના ખિલાડીઓ 113 રને ઓલ ઓઉટ થતા 52 રને ભરૂચ SP ઇલેવનની શાનદાર જીત થઇ હતી. અને મેન અપ ધ મેચ નિકુલ સિંહ વાઘેલાને મળ્યો હતો.

આ યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આયોજકો ખિલાડીઓ, અને ક્રિકેટ પ્રેમીઓએ ખાસ ઉપસ્થિત રહી ખિલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: