અંકલેશ્વર ખેતરમાં ટીટીડી પક્ષીના ઈંડા મુકતા ખેડૂતોએ સેવી છે માન્યતા
ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા
ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો કર્યા જાહેર
અંકલેશ્વરના સક્કરપોર ભાઠા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા ખેડૂતોએ વરસાદ સારો જશે તેવી માન્યતા સેવી છે.
:
ભૂતકાળમાં હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતુ ન હતુ ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા હતા તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતા હતા અને વરસાદ કે અન્ય ઋતુમાં કેવુ વાતાવરણ રહેશે.તેનો અંદાજ લગાવવામાં આવતો હતો ખેડૂતો ટીટીડી પક્ષીના ઈંડા ઉપરથી ચારે દિશામાં કેવો વરસાદ રહેશે તેવા અનુમાન સેવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર તાલુકાના સક્કરપોર ભાઠા ગામના એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા ખેડૂતોએ વરસાદ સારો જશે તેવી આશા સેવી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર