Satya Tv News

અંકલેશ્વર વાલિયા ચોકડી ખાતે સામાન્ય નાગરિકોના મુકાયા છે વિચાર

પરિક્રમા કરતા પરિક્રમાવાસીમાં મુકાઇ ગયા છે વિચાર

૨૦થી ૨૫ કિમી સુધી પદયાત્રા ખેડે મળ્યો સામાજિક સહયોગ

મધ્ય પ્રદેશના બુધાની ઘાટથી શરુ કરી પરિક્રમા

અંકલેશ્વર ના મધ્ય પ્રદેશથી નર્મદા પરિક્રમા માટે નીકળેલ અંધ પરિક્રમાવાસીને જોઇને સામાન્ય નાગરિકો વિચારમાં મુકાઇ ગયા છે.

YouTube player

નમામી દેવી નર્મદે ભારત દેશમાં નર્મદા નદીની જ પરિક્રમા કરવામાં આવી હોવાથી દેશ-વિદેશીના ભક્તો નર્મદા પરિક્રમા કરતા હોય છે ત્યારે મધ્ય પ્રદેશમાં રહેતા અને જન્મ જાત અંધ એવા નીલેશ ધંગર એમ.એ. રાજનીતિ વિજ્ઞાનનો અભ્સાય કર્યો છે જેઓ ટચિંગ સોફટવેરના આધારે પોતાનો મોબાઈલ ફોન ઓપરેટીંગ કરે છે. નીલેશ ધંગરએ ૨જી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મધ્ય પ્રદેશના બુધાની ઘાટથી શરુ કરી છે જેઓએ એકલા જ નર્મદા પરિક્રમા માટે નીકળ્યા છે જેઓ દિવસમાં ૨૦થી ૨૫ કિમી સુધી પદયાત્રા ખેડે છે.થોડા દિવસથી સામાજિક સહયોગ મળ્યો છે.મધ્ય પ્રદેશથી નર્મદા પરિક્રમા કરી રહેલ અંધ પરિક્રમાવાસી ભરૂચ જીલ્લામાં પ્રવેશ કર્યો છે જેઓ આજરોજ અંકલેશ્વરની વાલિયા ચોકડી થઇ શહેરમાં પ્રવેશ કરતા સામાન્ય નાગરિકો આ અનોખા પરિક્રમા કરતા પરિક્રમાવાસીને જોઈ વિચારમાં મુકાઇ ગયા છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: