અંકલેશ્વર ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગો જોવા મળ્યા બંધ હાલતમાં
ડાઇઝ અને પીગમેન્ટના ઉદ્યોગકારો આવી ગયા છે આર્થિક મંદીની ઝપેટમાં
આયાત નિકાસના યાતાયાતને પહોંચ્યુ છે ભારે નુકશાન
૨૦ થી ૩૦ ટકા આવા ઉદ્યોગો પરિસ્થિતિ સામે ઝીલી રહ્યા છે ઝીંક
અંકલેશ્વર જી.આઈ.ડી.સીના ડાઇઝ અને પીગમેન્ટના ઉદ્યોગકારો હાલ વૈશ્વિક આર્થિક મંદીની ઝપેટમાં આવી ગયા છે.
છેલ્લા લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે સતત ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઉદ્યોગ જગતમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ ઉપરાંત સંખ્યાબંધ કેમિકલ રો મટીરીયલના ભાવો આસમાને પહોંચ્યા છે. યુદ્ધને કારણે ઉત્પાદન પ્રક્રિયા પણ ઠપ્પ થઇ જવા પામી છે.આયાત નિકાસના યાતાયાતને પણ ભારે નુકશાન પહોંચ્યુ છે ત્યારે તેની પ્રત્યક્ષ કે પરોક્ષ માઠી અસરો ભારતીય ઉદ્યોગ જગત ઉપર પણ પડી છે.કોરોના કાળ બાદ માંડ સ્થાનિક ઉદ્યોગો સંઘર્ષ બાદ ઠરીઠામ થયા હતા ત્યાં યુદ્ધને કારણે છેલ્લા આઠ મહિનાથી એક યા બીજા કારણોસર ઉધોગજગત અને તેમાં પણ ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગોની તો આર્થિક રીતે કમરતોડી નાંખી છે.અંકલેશ્વર સહીત ગુજરાતભરના ડાઇઝ અને પીગમેન્ટ ઉદ્યોગો લગભગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. માંડ ૨૦ ટકા થી ૩૦ ટકા આવા ઉદ્યોગો પરિસ્થિતિ સામે ઝીંક ઝીલી રહ્યા છે. જાણકાર સુત્રોના મતે આ ઉદ્યોગો પણ આવી પરિસ્થિતિ યથાવત રહી તો મેદાન છોડી શકે છે. ત્યારે સરકારે કોઈ પોલિસી બનાવી આવા ઉદ્યોગોને મૃત:પાય અવસ્થામાંથી બચાવી શકે તેમ છે
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર