અંકલેશ્વરમાં સીંગતેલના ભાવમાં વધારો થતા લોકોની હાલત બની કફોડી
દોઢ મહિનાથી સીંગતેલના ભાવમાં પ્રતિદિન જોવા મળ્યો વધારો
તેલના વધતા ભાવ મધ્યમવર્ગ માટે માથાનો દુખાવો બન્યો
અંકલેશ્વરમાં સિંગતેલનાં ભાવ ફરી ભળકે બળતા મધ્યમવર્ગની હાલત કફોડી બની છે.
દિન પ્રતિદિન મોંઘવારી માઝા વચ્ચે અનેક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.ત્યારે તેલના ભાવ લોકોને દઝાડી રહ્યો છે.છેલ્લા ઘણા સમયથી કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો દોઢ મહિનાથી સીંગતેલના ભાવમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે તેલનો હોલસેલનો વેપાર કરતા વેપારી રાહુલ જૈનએ સીંગતેલના ભાવ ડબ્બે ૧૧૫થી ૧૫૦ સુધીનો વધારો થયો હોવા સાથે મગફળીની અછત વચ્ચે ભાવ ચાલુ વર્ષે વધ્યા હોવા સાથે ઘટવાના કોઈ સંકેત નહિ હોવાનું જણાવ્યું હતું ત્યારે તેલના વધતા ભાવ મધ્યમ વર્ગ માટે માથાનો દુખાવો બન્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર