અંકલેશ્વરમાં કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ફરાર
બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુની કરી છેતરપીંડી
છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા વેપારીએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એસટી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષ સ્થિત કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી અજાણ્યા ગઠીયાએ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુ ઉપાડી છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આવેલ ચાંદની પાર્ક ખાતે રહેતા મોહમદ ઈર્શાદ નુરા મોહમદ શેખ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એસટી ડેપો સામે આવેલ અનમોલ પ્લાઝા કોમ્પલેક્ષ સ્થિત કમલ ટ્રેડર્સ નામની દુકાન ચલાવે છે.જેઓ ગત તારીખ-૨૩મી માર્ચના રોજ પોતાની દુકાનનું શટર બંધ કરી રહ્યા હતા તે દરમિયાન તેઓની પાસે રહેલ બે મોબાઈલ ફોન પૈકી એક ફોન મળી આવ્યો ન હતો જેથી તેઓ દુકાનમાં રહી ગયો હોવાનું માની ઘરે જતા રહ્યા હતા જે બાદ બીજા દિવસે મોબાઈલ ફોનની ભારે શોધખોળ કર્યા બાદ પણ તે મળી નહિ આવતા તેઓએ તેઓના ભાઈને મોબાઈલ ફોનમાં કરન્ટ એકાઉન્ટ ચાલતું હોય બંધ કરાવવાનું કહેતા જ તેઓને જાણવા મળ્યું હતું કે તેઓના ચોરી થયેલ મોબાઈલ થકી તેઓના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ રીતે ગઠીયાએ ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુની રકમ ઉપાડી લઇ વેપારી સાથે છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા વેપારીએ અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર