અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની કરી ધરપકડ
આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલ્યો
50 થી 60 ના ટોળાએ ઘેરાવો કરી ઘર્ષણ સર્જ્યું
1.18 લાખની સોનાની ચેઇનની લૂંટ અને વાહનની તોડફોડમાં પઠાણની ધરપકડ કરી
અંકલેશ્વર આઠ વીજ ટીમો ઉપર હુમલા અને લૂંટમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
અંકલેશ્વરના વીજ કંપનીએ ફેબ્રુઆરીમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું. પોલીસ બંદોબસ્ત, 8 ચેકીંગ ટીમે વિડીયોગ્રાફી સાથે શરૂ કરેલી તપાસમાં કસ્બાતીવાડ વિસ્તારમાં 50 થી 60 ના ટોળાએ ઘેરાવો કરી ઘર્ષણ સર્જ્યું હતું.વીજ કર્મચારીઓ ઉપર હુમલો, 1.18 લાખની સોનાની ચેઇનની લૂંટ અને વાહનની તોડફોડમાં અંકલેશ્વર શહેર પોલીસે જમાઈ મોહલ્લામાં રહેતા અસલમ ઉર્ફે ચીડી મહેબૂબખાન પઠાણની ધરપકડ કરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર