અંકલેશ્વર ની મહિલાએ નોકરીની ચિંતામાં ફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન
ઘરે સીલીંગ ફેન સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
તાલુકા પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો
મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી
અંકલેશ્વરના દઢાલ ગામની કૃષ્ણ કુંજ સોસાયટીમાં નોકરીની ચિંતામાં મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું
અંકલેશ્વરના દઢાલ ગામની કૃષ્ણ કુંજ સોસાયટીના મકાન નંબર-૬૯માં રહેતી બબીતા દેવી બબલુકુમાર પ્રજાપતિ છેલ્લા બે વર્ષથી સુરત ખાતે સાડીની કંપનીમાં નોકરી કરતા હતા જેઓએ છેલ્લા દોઢ માસથી નોકરી છોડી દીધી હતી જેઓ નોકરીની ચિંતામાં હોય ગતરોજ સાંજના સમયે તેઓને લાગી આવતા પોતાના ઘરે સીલીંગ ફેન સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો બનાવ અંગેની જાણ તાલુકા પોલીસ મથકે કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર