Satya Tv News

અંકલેશ્વરના અંસાર માર્કેટમાં બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં કરી અટકાયત

શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ અને આઈસર ટેમ્પો મળી કરી અટકાયત

કુલ ૧૩ લાખથી વધુના મુદ્દામાલ બે ઇસમોની કરી અટકાયત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ અંસાર માર્કેટ ખાતે શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ અને આઈસર ટેમ્પો મળી કુલ ૧૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે બી ડીવીઝન પોલીસે બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી છે.

YouTube player

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ હનુમાન જયંતીના પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટના એસ.કે.ટ્રેડર્સ પાસે શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી બોલેરો પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.વી.૮૫૪૪ ઉભેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર ઉભેલ ગાડીમાં તપાસ કરતા તેમાંથી લોખંડની પ્લેટો અને સળિયા મળી કુલ ૯૫૦ કિલો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પીકઅપ ગાડીમાં સવાર અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામમાં રહેતો સદ્દામ નેક્સે ખાનને ભંગાર અંગેના પુરાવા માંગતા તેણે યોગ્ય જવાબ નહિ આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૧૯ હજારનો ભંગાર અને ગાડી મળી કુલ ૨.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી જયારે આવી જ રીતે બાતમીના આધારે અંસાર માર્કેટ આંગડીયાવાડી પાસે શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરી ઉભેલ આઈસર ટેમ્પો નંબર જી.જે.૧૬.એ.ડબ્લ્યુ.૧૭૯૬માં તપાસ કરતા તેમાંથી પણ ૪૨૮૦ કિલો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પોમાં સવાર કાપોદ્રા ગામના ઘંટી ફળિયામાં રહેતો નીયાકત અકબર પઠાણને ભંગારના જથ્થા અંગેના પુરાવા માંગતા તેણે આનાકાની કરતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૮૫ હજારથી વધુનો ભંગારનો જથ્થો અને ૧૦ લાખનો ટેમ્પો મળી કુલ ૧૦.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: