Satya Tv News

અંકલેશ્વરમાં તુલસી સ્ક્વેર શોપિંગમાં વીજ કરંટથી આગ ભભૂકી ઉઠી

વીજ મીટરમાં શોર્ટ સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી

સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા

ફાયર ફાયટરોએ મેળવ્યો આગ ઉપર કાબુ

વીજ કંપની દ્વારા સમારકામની હાથ ધરાઈ કામગીરી

અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ તુલસી સ્ક્વેર શોપિંગમાં વીજ મીટરમાં શોર્ટ સર્કીટને પગલે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી

YouTube player

આજરોજ બપોરના સમયે અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર આવેલ તુલસી સ્ક્વેર શોપિંગમાં વીજ મીટર એકાએક ધુમાડા નીકળવા લાગતા વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી વીજ મીટરમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા ધુમાડાના નીકળતા સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો અને વીજ કંપનીના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગ બાદ વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: