Satya Tv News

અંકલેશ્વરમાં રૂ. 2.50 કરોડના હિરાની લૂંટના પ્રયાસમાં આરોપીની ઝડપી

ગુનાનો ભેદ ઉકેલી બે લૂંટારૂઓને ઝડપી આરોપીને કર્યા વોન્ટેડ જાહેર

અંકલેશ્વર બેન્સન હોટલ નજીક લક્ઝરી બસને લૂંટવાના કરેલા પ્રયાસની કરી કબૂલાત

લૂંટારૂઓએ એક રાઉન્ડમાં કર્યું હતું ફાયરિંગ

ટેમ્પાચાલકોની ગેંગે આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટવા ઘડયું કાવતરૂ

અંકલેશ્વરના નેશનલ હાઇવે નજીક લકઝરી બસને આંતરીને આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાના પ્રયાસની ઘટનામાં ઓગષ્ટ મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો .

YouTube player

ગત 24 મી ઓગસ્ટ 2021ના ભરૂચ નજીક નેશનલ હાઇવે 48 ઉપર ગોપાલ ટ્રાવેલ્સની લકઝરી બસને આંતરીને આંગડીયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. બસમાં સવાર આંગડીયા કર્મચારી પાસે અઢી કરોડ રૂપિયાની કિમંતના હીરા હતાં. બસમાં સવાર અનિલ ડાંગર અને કલીનર શફીકે લૂંટારૂઓને પડકારતાં લૂંટ થઇ શકી ન હતી. બંને યુવાનોની બહાદુરીની દેશભરમાં ચર્ચા થઇ હતી.

ભરૂચ ક્રાઇમ બ્રાંચે ગુનાનો ભેદ ઉકેલી બે લૂંટારૂઓને ઝડપી પાડયાં હતાં જયારે 6 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતાં. આ ગુનામાં નાસતા ફરતાં 6 આરોપીઓ પૈકી એકને ઉત્તરપ્રદેશ પોલીસે ઝડપી પાડયો છે. ઉત્તર પ્રદેશ પોલીસે ગુનામાં મોહમ્મદ જાવેદ મોહમ્મદ શરીફ ઝડપી પાડ્યો હતો જેની કડક પૂછપરછ કરતા તેને બેન્સન હોટલ નજીક લક્ઝરી બસને લૂંટવાના કરેલા પ્રયાસની કબૂલાત કરી હતી. ઉત્તરપ્રદેશ પોલીસે અંકલેશ્વર પોલીસને જાણ કરતાં એક ટીમ આરોપીને લેવા માટે યુપી ગઇ હતી અને તેને લઇને અંકલેશ્વર આવી પહોંચી છે. ટેમ્પાચાલકોની ગેંગે આંગડીયા પેઢીના કર્મચારીઓને લૂંટવા માટે કાવતરૂ ઘડયું હતું પરંતુ મુસાફર અને કલીનરની હિમંતથી નિષ્ફળ રહયું હતું. લૂંટારૂઓએ એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: