અંકલેશ્વરના સંજાલી ગામે નહેરમાં નાહવા પડેલ બે લોકો ડૂબ્યા.
ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી શોધખોળ આરંભી
તાલુકા પોલીસના પોલીસ જવાનો પહોંચ્યા ઘટના સ્થળે
ડૂબેલ યુવાનો કાકા ભત્રીજા હોવાની વિગતો આવી સામે
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે GIDCમાંથી પસાર થતી નહેરમાં બે ઈસમો નાહવા પડયા હતા. જેઓ ડૂબી જઇ લાપતા બનતા ફાયર વિભાગની ટીમે બંને ઈસમોની શોધખોળ આરંભી છે.
અંકલેશ્વર તાલુકાના પાનોલી GIDC નજીક સંજાલી ગામની નહેરમાં કાકા અને ભત્રીજા નાહવા પડયાં હતા જેમાંથી એક ડૂબતા બીજાએ બચાવવા જવાની કોશિશ કરતા તે પણ પાણીના વહેણમાં ગરકાવ થયા હતા. ઘટનાની જાણ નજીકમાં નહતા લોકો દ્વારા ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવતા પોલીસ જવાનો અને ફાયર વિભાગની ટિમ અને સ્થાનિક તરવૈયાની મદદથી કાકા ભત્રીજાના મૃતદેહોની શોધખોળ આરંભી છે.
નોંધનીય છે કે બે મહિનામાં સંજાલી નહેરમાં નાહવા પડતા ડૂબી જઇને મોતની ઘટના સતત વધી રહી છે. તેવામાં તંત્ર કોઈ નક્કર પગલાં ભારે તે જરૂરી છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર