Satya Tv News

અંકલેશ્વર દ્વારા મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચનું આયોજન કરાયું

મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા ક્રિકેટ લીગનું ભવ્ય આયોજન

સીઝન-૨માં મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચમાં મુરલીધર ઇલેવનનો ભવ્ય વિજય

એસ.કે. ઈલેવને ટોસ જીતી 8 ઓવરે 7 વિકેટે 72 રનનો આપ્યો ટાર્ગેટ

શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને રોકડા અને ટ્રોફી અપાઈ

મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા સીઝન-૨ મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગની ફાઈનલ મેચમાં મુરલીધર ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો

YouTube player

ગત તારીખ-૬થી એપ્રિલના રોજ અંકલેશ્વરના ગાર્ડન સીટી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વર દ્વારા સીઝન-૨ મહારાષ્ટ્રીયન ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ અલગ જીલ્લાઓમાંથી ૧૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં બે સેમીફાઈનલ મેચ રમાડવામાં આવી હતી જયારે ફાઈનલ મેચ એસ.કે.ઇલેવન અને મુરલીધર ઇલેવન વચ્ચે રમાઈ હતી એસ.કે. ઈલેવને ટોસ જીતી 8 ઓવરે 7 વિકેટે 72 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે લક્ષ્યાંકનો પીછો કરતા મુરલીધર ઈલેવનના બે ખેલાડીઓની ધૂંવાધાર બેટિંગ કરી ભવ્ય વિજય મેળવ્યો હતો ફાઈનલ વિજેતા મુરલીધર ઈલેવન અને રનર્સઅપ ટીમને આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી જયારે શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓનું પણ રોકડા અને ટ્રોફી આપવામાં આવી હતી મહારાષ્ટ્રીયન સેવા મંડળ અંકલેશ્વરના પ્રમુખ નાથુ દોરિક,ઉપ પ્રમુખ આર.ડી.માને,સચિવ દિલીપ પાટીલ તેમજ આમંત્રિતો સહીત ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: