ભરૂચ એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના પાનોલીના બાકરોલ બ્રિજ નજીક રૂ. 1.30 લાખ ઉપરાંતના શંકાસ્પદ કોપર વાયર સાથે 2 આરોપીઓ ઝડપાયા હતા. પોલીસે 325 કિલો કોપર વાયરનો જથ્થો ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, પાનોલી જીઆઇડીસી નજીક બાકરોલ બ્રિજ પાસે દુકાન પાછળ ખુલ્લી જગ્યામાં કોપર વાયરનો જથ્થો પડ્યો છે. જે આધારે એલસીબી પી.એસ.આઈ એમ.એમ. રાઠોડ તેમજ સ્ટાફના સભ્યે ચોક્કસ માહિતી આધારે બાકરોલ બ્રિજ નજીક આવેલી દુકાન પાછળ સર્ચ કરતા ત્યાંથી 325 કિલો કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે દુકાન સંચાલક ગોકુલ રામ કિશોર શાહુ અને રાજેશ શંકર ચૌહાણને કોપર વાયરો અંગે જરૂરી બિલ્ટી તેમજ આધાર પુરાવા માંગતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જે આધારે એલસીબી પોલીસે 41(1) ડી મુજબ 1.30 લાખનો કોપર વાયરનો જથ્થો તેમજ સી.આર.પી.સી 102 મુજબ દુકાન સંચાલક ગોકુલ રામ કિશોર શાહુ અને રાજેશ શંકર ચૌહાણની અટકાયત કરી પાનોલી પોલીસના હવાલે કર્યા હતા.