Satya Tv News

મઘ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરીથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં ઓપીડી-16 પાસેથી એક મૃત હાતલમાં નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને CCTVની મદદથી તપાસ શરૂ કરી છે.

રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી. ચૌહાણે જણાવ્યું હતું કે, મૃત બાળકને કોણ મૂકી ગયું છે, તેની તપાસ કરવા માટે અમે CCTV ચેક કરી રહ્યા છીએ. નવજાત બાળકની નીચે પ્લાસ્ટિકની બેગ મળી આવી છે. જેમાં ગોધરા જનરલ હોસ્પિટલ એડ્રેસ લખેલુ છે. જેથી એક ટીમ ગોધરા રવાના કરવામાં આવી છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે આજે સવારે એક તબીબ સયાજી હોસ્પિટલની ઓપીડ-16 પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેઓએ લાવારીસ હાલતમાં બાળક જોયું હતું. જેથી તેઓ ચોંકી ગયા હતા, પરંતુ તપાસ કરતા આ બાળક મૃત હોવાનું બહાર આવ્યું હતું. તબીબે તુરંત જ આ અંગે સયાજી હોસ્પિટલના MLOને જાણ કરી હતી અને MLOએ રાવપુરા પોલીસને જાણ કરી દીધી હતી.

error: