અંકલેશ્વર હાઇવે પર ટ્રકે પશુઓને અડફેટે આવતા 6 ભેંસોના મોત
પશુ માલિકની ભેંસો NH 48 પરથી થતી હતી પસાર
પશુઓના મોતના પગલે એક તરફનો હાઇવે પ્રભાવિત
અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર ખરોડ ચોકડી નજીક એક હાઈવા ચાલકે દુધાળા પશુઓને અડફેટે લીધા હતા. ઘટનામાં 6 ભેંસોના મોત અને એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.
નેશનલ હાઇવે નંબર 48 ઉપર બુધવારે સવારે 8 થી 9 ગાય ભેંસો હાઈવાની ટકકરે આવી ગઈ હતી. હાઇવે પર આવી ચઢેલી ગાય અને ભેંસોને પસાર થતા હાઈવા ચાલકે ટક્કર મારતા સ્થળ પર જ 6 જેટલી ભેંસોના મોત થયા છે. જ્યારે એક ગાય ઇજાગ્રસ્ત થઈ છે.પનોલી પોલીસ અને ટ્રાફિક જવાનોએ સ્થળ પર પોહચી કાર્યવાહી હાથ ધરી છે. માર્ગ પરથી પશુઓના મૃતદેહ હટાવવા સાથે અકસ્માત સર્જક હાઈવા ચાલક સામે તપાસ હાથ ધરી છે.છ જેટલી ભેંસોના મોતને પગલે એક તરફની હાઈવેની લેન ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો. પશુઓના મોતને પગલે માલધારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર