Satya Tv News

અંકલેશ્વરમાં વલસાડની હદમાંથી મારામારીમાં બે ઇસમોની કરી ધરપકડ

બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા

લેપટોપ,પાંચ મોબાઈલ ફોન તેમજ ૪ લાખની કાર સાથે કુલ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે વલસાડની હદમાંથી મારામારી કરી કાર સહીત મોબાઈલ,લેપટોપ લઈને ભાગેલ બે ઈસમોને મુલદ ટોલ પ્લાઝા પાસેથી ઝડપી પાડ્યા હતા

YouTube player

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભરૂચ કંટ્રોલમાંથી મેસેજ મળ્યા હતા કે વલસાડની હદમાંથી મારામારી કરી બે ઈસમો કાર નંબર-જી.જે.૧૫.સી.એલ.૮૩૩૩ લઇ ભાગેલ છે જેઓ કામરેજ પાસ કરી ભરૂચ તરફ આવી રહ્યા છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મુલદ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી લેપટોપ અને પાંચ મોબાઈલ ફોન તેમજ ૪ લાખની કાર મળી કુલ ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપીના અને હાલ ઉમરગામ જી.આઈ.ડી.સી.કોલોની પાસેની એકતા સોસાયટીમાં રહેતો ભરતસિંઘ ઓમપ્રકાશસિંઘ ચંદેલ અને કમલ ઉર્ફે કમલેશ શંકરલાલ જાટને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડી તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: