Satya Tv News

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનો પ્રારંભ

SHE ટીમના કર્મચારીઓ સિનિયર સિટીઝનને મળી સાયબર ક્રાઇમ અંગે કરશે જાગૃત

સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે માર્ગદર્શન સાથે તેના નિવારણના કાર્ય કરશે

ભરૂચ જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે સિનિયર સીટીઝનોને સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે જાણકારી આપવા બાબતની જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

YouTube player

વર્તમાન સમય માં સાયબર ક્રાઇમ માં વધારો થયો છે અને તેનો ભોગ મોટેભાગે સિનિયર સિટીઝન બનતા હોય છે.ત્યારે જિલ્લાના સિનિયર સિટીઝન ને સાયબર ક્રાઇમ અંગે જાગૃત કરવા ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત જિલ્લામાં તેની શરૂઆત કરવામાં આવી..તેઓ જિલ્લાના સિનિયર સિટીઝનોને મળી તેઓ સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે માર્ગ દર્શન આપવા સાથે તેઓની અન્ય કોઈ સમસ્યા પણ હોય તો તેના નિવારણ માટે પણ કાર્ય કરશે.ભરૃચ જિલ્લા પોલીસના સાયબર ક્રાઇમ અંગે ના આ જાગૃતિ અભિયાન થી સિનિયર સિટીઝન પણ ખુશ જોવા મળી રહ્યા હતા અને પોલીસ ની કાર્યવાહી ને પ્રસંશા કરી રહ્યા હતા.વધતા જતા સાયબર ક્રાઇમ સામે જિલ્લા પોલીસ નો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે ત્યારે પ્રજાજનો પણ વધુ સતર્ક બને તે આવશ્યક છે.

વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ

error: