Satya Tv News

અંકલેશ્વરના ઇક્કો કારે રિક્ષાને અડફેટેમાં લેતા રીક્ષા ચાલકને ઈજા પહુંચી

પુરપાટની ઝડપે ધસી આવેલ ઇક્કો કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત

૧૦૮ સેવાની મદદ વડે સારવાર અર્થે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો

અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે ઇક્કો ચાલકે રિક્ષાને અડફેટે લેતા ચાલકને ઈજાઓ પહોંચી હતી

YouTube player

ગતરોજ સાંજના સમયે રીક્ષા નંબર-જી.જે.એ.ટી.૫૯૦૬નો ચાલક અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન પુરપાટની ઝડપે ધસી આવેલ ઇક્કો કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીક્ષા ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ૧૦૮ સેવાની મદદ વડે સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: