Satya Tv News

અંકલેશ્વરમાં એલ્યુમિનિયમ કાસ્ટિંગ અને પીતળનો જથ્થો સહીત ૬ ઇસમોને ઝડપી

ટાયરની ૧૨ નંગ ડીસ,વ્હીલ હાઉજીંગ,બ્રેક બુસ્ટરનો મળી આવ્યો ભંગાર

ઇસમો ની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી

૧૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૬ ઇસમોને ઝડપી પાડ્યા

અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી બી ડીવીઝન પોલીસે બે પીકઅપ ગાડીમાં એલ્યુમિનિયમ અને ટાયર ડીસ સહિતનો મુદ્દામાલ મળી ૧૦ લાખથી વધુના મુદ્દામાલ સાથે ૬ ઇસમોને ઝડપી પાડ્યા હતા

YouTube player

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટના સર્વિસ રોડ તરફથી મહિન્દ્રા પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.વી.૭૧૮૭માં ગેરકાયદેસર એલ્યુમિનિયમ કાસ્ટિંગ અને પીતળનો જથ્થો ભરી પીરામણ ગરનાળા થઇ નોબલ માર્કેટ જનાર છે જેવી બાતમીના આધારે પોલીસે પીરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એલ્યુમિનિયમ કાસ્ટિંગ અને પીતળનો જથ્થો મળી આવ્યો હતો જે જથ્થા અંગે ચાલક અને કાપોદ્રા ગામની સાકાર પાર્ક સોસાયટીમાં રહેતા હેદરઅલી ફતેમોહમદ પઠાણને પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે હેદરઅલી ફતેમોહમદ પઠાણ અને ગુલામ મોહમદ ઉર્ફે પપ્પુ નવાબ અલી ખાન તેમજ બિલાલ અનવર હશન શાહને શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૮૧ હજારનો ભંગાર અને ૫ લાખની ગાડી મળી કુલ ૫.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.

તો આવી જ રીતે બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે હીરાબાપાની દહેરી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર શહેરમાં આવતી મહિન્દ્રા પીકઅપ ગાડી નંબર-જી.જે.૧૬.એ.યુ.૬૮૧૭ને અટકાવી હતી પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી ટાયરની ૧૨ નંગ ડીસ,વ્હીલ હાઉજીંગ,બ્રેક બુસ્ટરનો ભંગાર મળી આવ્યો હતો જે ભંગાર અંગે ગાડીમાં બેઠેલ અને એમપી નગરમાં રહેતો જીશાન તુફેલ ખાન,મુદસ્સર સત્તાર ખાન અને અશોકસિંહ અવધેશસિંહ તેમજ બખ્તિયાર મુફ્તાર અહેમદની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ૧.૨૩ લાખનો ભંગાર અને ૩ લાખની ગાડી મળી કુલ ૪.૨૩ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: