Satya Tv News

 મારવાડી કેમ્પસની અંદર ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા તો કેમ્પસની પાછળ તો આખું ગાંજાનું ખેતર મળી આવ્યું, મીડિયા પહોંચતા મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી

  • રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં
  • મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું 
  • મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી
  • આગ ના ધુમાડાઓ માથી ગાંજાની તીવ્ર દુર્ગંધ ફેલાઈ
  • પોલીસ તપાસમાં સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે, મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજાના છોડવા વાવેલા મળી આવ્યા હતા. આ સાથે કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવ્યું હતું. આ તરફ મીડિયા પહોંચ્યા બાદ મારવાડી કેમ્પસ પાછળ આવેલા ખેતરમાં આગ લગાડવામાં આવી હતી. આગ ના ધુમાડાઓ માથી ગાંજાની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. 

રાજકોટની મારવાડી યુનીમાં ગાંજાના છોડ મળવાનો મામલે હવે મારવાડી કોલેજના ડીન આર.પી.જાડેજાનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસને તપાસમાં અમે સાથે આપ્યો છે. પોલીસે છોડના નમુના લીધા છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, જે તપાસમાં આવશે તેની સામે પગલા લેશે. હાલ એક છોડ મળ્યો છે તે પોલીસે કબ્જે કર્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ CCTV ફૂટેજ માંગશે તો અમે આપીશુ. 

રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાનો છોડ મળવાનો મામલે એકબાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે. આ તરફ હવે બોયઝ હોસ્ટેલ પાસેથી મળેલા છોડ ગાંજો હોવાનો ખુલાશો થયો છે. આ સાથે વિદેશી વિદ્યાર્થીઓએ છોડ વાવ્યો હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સાથે ગઈકાલે ખેતરમાં લગાવેલી આગ પણ શંકાસ્પદ છે. આ તરફ કુવાડવા પોલીસે મળેલ ગાંજાના છોડને સેમ્પલ FSL માટે મોકલ્યા છે. 

રાજકોટની મારવાડી યુનિવર્સિટી-કોલેજમાં 10 હજારથી વધુ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સાથે 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. આ તરફ હવે કેમ્પસ અને કેમ્પસની પાછળથી ગાંજાના છોડ મળી આવતા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 

રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસ અને કેમ્પસની પાછળ ગાંજાનું વાવેતર અને છોડ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ મીડિયાના અહેવાલ બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે પહોંચી હતી. જ્યાં સુકા અને લીલા ગાંજાનો છોડ મળી આવ્યો છે. જોકે હવે સવાલ એ થાય છે કે, યુનિવર્સિટીમાં તમાકુની મનાઈ છે તો શંકાસ્પદ છોડ ક્યાંથી આવ્યા? 

રાજકોટની મારવાડી યુનિવર્સિટીકેમ્પસના બોય્ઝ હોસ્ટેલની બાજુમાંથી ગાંજો મળ્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે. જેને લઈ ક્રાઇમ બ્રાંચની ટીમ અને કુવાડવા પોલીસ સ્ટેશનના PI સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં સુકા અને લીલા ગાંજાના છોડ મળી આવ્યા તો મારવાડી કેમ્પસની અંદર પણ ગાંજા ના છોડવા વાવેલા મળી આવ્યા છે. આ તરફ કેમ્પસની પાછળ આખું ગાંજાનું ખેતર મળી આવતા હડકંપ મચી ગયો છે. 

રાજકોટ મારવાડી યુનિવર્સીટી કેમ્પસમાં બોયઝ હોસ્ટેલ પાસે ગાંજાના વાવેતરની શંકાને આધારે તપાસ શરૂ કરાઇ છે. મહત્વનું છે કે, ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસે મોડી રાત સુધી તપાસ કરી હતી. આ સાથે પોલીસ દ્વારા શંકાના આધારે ત્રણ સ્થળ પરથી સેમ્પલ લેવાયા છે. આ સાથે હવે કેમ્પસની બાજુમાં ખેતરમાં લાગેલી આગનું પણ રહસ્ય અકબંધ છે. મહત્વનું છે કે, જોક આ શંકાસ્પદ છોડ ગાંજો હશે તો પોલીસ વિધિસર કાર્યવાહી કરશે. 

error: