અંકલેશ્વરની શિક્ષક અને પાયલ પ્રજાપતિએ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં BA English અભ્યાસક્રમ માં ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો
અંકલેશ્વરની શિક્ષક અને પાયલ પ્રજાપતિએ ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો
અભ્યાસમાં રાજ્ય કક્ષાએ રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ ,સિલ્વર અને સર્ટિફિકેટ એનાયત કર્યા
12 કોમર્સ પછી B.A English અભ્યાસક્રમમા ગોલ્ડ મેળવવાની મેળવી સિદ્ધિ
અભ્યાસ કદી અધૂરોના છોડવો અને સતત પરિશ્રમ કરી જ્ઞાન મેળવતા રેહવાની પૂરી પાડી પ્રેરણા
અંકલેશ્વર ના અંદાડા ગામમાં પરમાર ફળિયામાં રહેતા સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક અને હાલ સી.આર.સી.નવા બોરભાઠા તરીકે કાર્યરત ચંદ્રવદન પરમારના ધર્મ પત્ની પાયલ પ્રજાપતિ એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં BA English અભ્યાસક્રમ માં ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક મેળવી, ફર્સ્ટ ક્લાસ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
ડોકટર બાબા સાહેબ ની 132 મી જન્મ જયંતી નિમિતે અમદાવાદ માં ડૉ.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ભવન મુકામે ગુજરાત રાજ્ય માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીનો 8 મો પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે B.A.O.U યુનિવર્સિટી માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો જેવા કે BA ,B.COM, M.A ,M.COM વગેરે જેવા અભ્યાસક્રમો માં રાજ્ય કક્ષાએ first , second અને third રેન્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અનુક્રમે ગોલ્ડ ,સિલ્વર અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પાયલ પ્રજાપતિ એ BA English અભ્યાસક્રમ માં 70.10 ટકા સાથે first class મેળવીને રાજ્યમાં first rank સાથે ગોલ્ડ મેડલની ટ્રોફી , રેન્ક સર્ટિફિકેટ અને ડિગ્રી સર્ટિફિકેટ મેળવીને ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર તાલુકાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે. આ પ્રસંગે માનનીય રાજ્યપાલએ સૌને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
પાયલ પ્રજાપતિ હાલ અંદાડા ગામની ખાનગી CBSE પ્રાથમિક શાળા દિવાઈન પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમને 5 વર્ષની એક નાની બાળકી પણ છે. જેને પોતે ભણાવે છે. તેમના પતિ શ્રી ચંદ્રવદન પરમાર પોતે B.A. અને M.A ,B.Ed English subject સાથે ડિગ્રી મેળવેલ છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમણે 12 કોમર્સ પછી B.A English અભ્યાસક્રમમા ગોલ્ડ મેળવવાની સિદ્ધિ મેળવી છે. ઘરની સંપૂર્ણ જવાબદારીઓ સાથે આ સિદ્ધિ મેળવવા બદલ ભરૂચ જિલ્લો તેમજ અંકલેશ્વર તાલુકો ગર્વની લાગણી અનુભવે છે. ઘર પરિવાર ની જવાબદારીઓ પછી અભ્યાસ છોડી દેનાર સૌ ગૃહિણીઓ માટે તેમણે અભ્યાસ કદી અધૂરો ના છોડવો અને સતત પરિશ્રમ કરી જ્ઞાન મેળવતા રેહવાની પ્રેરણા પૂરી પાડી છે.