Satya Tv News

અંકલેશ્વરની અતુલ કંપની પાસેના ચા-નાસ્તાના ગલ્લા પરથી મોબાઈલ ફોનની ચોરી ફરાર
પાનોલી જી.આઈ.ડી.સી.ના ઘરડા કંપનીની ફર્સ્ટ શીફટમાં જઈ રહયા હતા નોકરી
૧૨ હજારથી વધુનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર

પાનોલી જી.આઈ.ડી.સીની સકાટા ચોકડી સ્થિત અતુલ કંપની પાસેના ચા-નાસ્તાના ગલ્લા ઉપરથી મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયા હતા

અંકલેશ્વરના અંદાડા ગામના બોર્ડીંગ ચોક ખાતે રહેતા જીગ્નેશ મોહન પટેલ ગત તારીખ-૧૩મી એપ્રિલના રોજ પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ ઘરડા કંપનીમાં ફાસ્ટ શીફટની નોકરી ઉપર ગયા હતા તે દરમિયાન સકાટા ચોકડી સ્થિત અતુલ કંપની પાસેના ચા-નાસ્તાના ગલ્લા ચા નાસ્તો કરી રહ્યા હતા અને પોતાનો ૧૨ હજારથી વધુનો મોબાઈલ ફોન સાઈડમાં મુક્યો હતો તે વેળા અજાણ્યો ઇસમ તેઓની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: