Satya Tv News

સુરતમાં પાંચ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હાલ ચોક બજાર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા
  • વેડ રોડ ફટાકડા વાડી વિસ્તારની ઘટના
  • દીકરીઓ ક્યારે સુરક્ષિત બનશે?

સુરત સેશન્સ કોર્ટે ગત 24મી ફેબ્રુઆરીએ બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારી હતી. ત્યાં સુરતમાંથી વધુ એક બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના સામે આવી છે. પોસ્ટમોર્ટમમાં બાળકી સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું છે. આ મામલો સામે આવ્યા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. 

મળતી માહિતી અનુસાર, શહેરના વેડરોડ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી બહાર રમીને ઘરે પરત આવ્યા બાદ અચાનક જ તેની તબિયત લથડી હતી. જે બાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. 

ડોક્ટરોએ તેની સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરીને પોલીસને જાણ કરતા ચોક બજાર પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

આ અંગે માહિતી આપતા ચોક બજાર પોલીસ મથકના પી.આઈ એમ.બી ઔસુરાએ જણાવ્યું હતું કે, બાળકીનું પ્રાથમિક પીએમ કરી દેવામાં આવ્યું છે, જેમાં તેની પાંસળી ડેમેજ થવાથી તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજાનાં નિશાન મળ્યાં છે. હાલ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપી મુકેશ પંચાલને કોર્ટે થોડા સમય અગાઉ ફાંસીની સજા ફટકારી હતી, નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે આચર્યું દુષ્કર્મ હતું. સુરત કોર્ટે મુકેશ પંચાલ નામના આરોપીને ફાંસી સજા આપી હતી. આરોપી પર 302, 376 સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરાઈ હતી. નરાધમે ચોકબજાર વિસ્તારમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીની હત્યા પણ કરી નાંખી હતી. આરોપી મુકેશ પંચાલને કોર્ટે દોષી જાહેર કર્યો હતો જે બાદ તેને ફાંસી સજા આપી છે તેમજ ભોગ બનનાર પરિવારને 23.50 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો હતો.

error: