અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા જી.આઈ.ડી.સી.પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષ ૯ મહિનાની સગીરાને યુપીના મનગાવ ગોડા ખાતે રહેતો રાહુલ ઉર્ફે ઇન્દ્રેશ સુગરસિંગ પાલ ગત તારીખ-૧૬મી એપ્રિલના રોજ પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી ભાગી ગયો હતો.આ અંગે સગીરાની માતાએ જી.આઈ.ડી.સી. પોલીસ મથકે સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવી છે પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે