Satya Tv News

અંકલેશ્વર ઇન્ડિયા કંપની દ્વારા OHCનું લોકાપર્ણ
CSR ફંડમાંથી OHCનું લોકાપર્ણ કરાયું
સેક્રેટરી અશોક પંજવાણીના હસ્તે લોકાર્પણ
લોકાર્પણમાં આમંત્રિતો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સજ્જન ઇન્ડિયા કંપનીના અનુદાનમાંથી તૈયાર કરેલ ઓ.એચ.સી.નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

YouTube player

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવેલોપલમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ ખાતે રાહતદરે આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે.ત્યારે આ હોસ્પિટલ વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં સી.આસ.આર ફંડમાંથી ઓ.એચ.સી.નું નિર્માણ કરવામાં આવ્યું છે.જે ઓ.એચ.સી.નું આજરોજ કંપનીના સીઈઓ ડો.અનંચનારાયણન,અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવેલોપલમેન્ટ સોસાયટીના સેક્રેટરી અશોક પંજવાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણના કાર્યક્રમમાં નીતિન શાહ,પ્રવીણ જોશી, હિતેન આનંદપુરા,સૈફી દાહોદવાળા,સંચાલન ડો.આત્મિ ડેલીવાળા સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.આ ઓ.એચ.સીમાં યુએસના એ.એન.એસ.આઈ સ્ટાન્ડર્ડ આધારિત કાનની તપાસ માટે ઓડિયો મેટ્રિક ચેમ્બર જેમાં ઇટાલિયન મેકનું મશીન, ફેફસાની કેપેસિટી તપાસવા માટે ઇટાલિયન મેકનું પીએફટી મશીન વડે નાના બાળકો,આંખના મશીન જેમાં દ્રષ્ટિની તપાસ, પેરીફેરલ વિઝન ડેપ્ય પરસેપ્શન, ફોરીયા, નાઈટ વિઝન જેવી તપાસ કરી શકાશે.

વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: