અંકલેશ્વર નોટિફાઈડ હાઉસિંગ તેમજ ધંધાદારી મિલકતધારકો પાસેથી કડક ઉઘરાણી શરૂ,બાકીદારોમાં ફફડાટ
અંકલેશ્વર નોટિફાઈડમાં કડક ઉઘરાણી શરૂ
મિલકતધારકો પાસેથી કડક ઉઘરાણી શરૂ
૧૩ મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપ્યા
કાર્યવાહી ધરતા બાકીવેરા ધારકોમાં ફફડાટ
૩૦ કરોડ ઉપરાંતનો વેરો ભરાયો
અંકલેશ્વર નોટિફાઈડ એરીયામાં રહેણાંક અને ઉદ્યોગ વિસ્તારમાં નીર્દેષ્ટ વિસ્તાર દ્વારા બાકી વેરા ધારકો પૈકી ૧૩ મિલકત ધારકોના પાણીના કનેક્શન કાપી કાર્યવાહી ધરતા બાકીવેરા ધારકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
અંકલેશ્વર નોટિફાઈડ એરીયા ઓર્થોરિટીએ પાછલા વર્ષના બાકી વેરાની વસુલાતની કામગીરી મોડે મોડે પણ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે પાછલા કેટલાક વર્ષોની બાકી ઉઘરાણી અંદાજે ૪૫ કરોડની થાય છે.અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં હાઉસિંગ તેમજ ધંધાદારી મિલકતધારકો પાસેથી પાછલા કેટલાક વર્ષોનો મિલકત, પાણી તેમજ ગટર વેરો બાકી હોય મોડે મોડે પણ નોટિફાઈડ એરીયા ઓર્થોરિટીએ કડક ઉઘરાણી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નોટિફાઈડ એરીયા ઓર્થોરિટી ના સુત્રો એ જણાવ્યુ હતુ કે અંકલેશ્વર નિદર્શિત વિસ્તારમાં હાઉસિંગ વિસ્તારનો અંદાજે ૧૫ કરોડ તેમજ કોમર્સીયલ વિસ્તારનો ૩૦ કરોડ ઉપરાંતનો વેરો ભરાયો નથી. હાલમાં તંત્ર દ્વારા આવા ૩૭૦૦ બાકીદારોને લેખિત નોટિસ પાઠવવામાં આવી છે. બાકીદારો પૈકી સૌથી મોટા બાકીદારો એવા ૧૩ મિલકતધારકોના પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે.જોકે બીજી તરફ બાકીદારો પૈકીના એક વર્ગે આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી નોટિફાઈડ એરીયા ઓર્થોરિટીએ જરૂરી સવલતો આપી નથી તો પછી વેરો કેમ ભરીએ.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર