અંકલેશ્વર પાનોલી પોલીસે રુદ્રાક્ષ રેસીડન્સીમાંથી હત્યારાને ઝડપી પાડ્યો
અંકલેશ્વરમાં હત્યારાની ધરપકડ
હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા
રુદ્રાક્ષ રેસીડન્સીમાંથી કરી ધરપકડ
તકરારમાં આધેડને મોતને ઘાટ ઉતાર્યો
એન્કર :
અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રસ્તા મુદ્દે થયેલ આધેડને રહેસી નાખનાર હત્યારાને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો
ગત તારીખ-૨જી મેના રોજ અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રહેતા ૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલા જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો .આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ભોલા રામઆસરેના માથા અને મોઢાના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખરોડ વેલકેર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પાનોલી પોલીસે સંજાલી હોળી ચકલા સ્થિત રુદ્રાક્ષ રેસીડન્સીમાંથી હત્યારા ભોલા જાગેશ્વર પ્રસાદને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા બાબતે થયેલ તકરારમાં યુવાને આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર