અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર ઈસમ
અંકલેશ્વર ત્રણ રસ્તા પર થઈ મોબાઈલ ચોરી
મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર
૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ પાસેથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલ સાગર પાર્ક ખાતે રહેતા કિરણ રાજેન્દ્ર સૂર્યવંશી ગત તારીખ-૩૦મી એપ્રિલના રોજ પોતાની પત્ની સાથે અંકલેશ્વરના ત્રણ રસ્તા શાક માર્કેટ ખાતે શાકભાજીની ખરીદી કરવામાં આવ્યા હતા તે દરમિયાન શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો મોબાઈલ ફોનની ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ સુરજ પટેલ સત્યા ટીવી અંકલેશ્વ