Skip to main content

Satya Tv News

અંકલેશ્વરના રાજપીપલા ઓવરબ્રીજ પર અકસ્માત સર્જાયો,પરિવારનો આબાદ બચાવ

અંકલેશ્વરના રાજપીપલામાં સર્જાયો અકસ્માત
અકસ્માતમાં પરિવારનો આબાદ બચાવ
ગાડીને નુકશાન થવા પામ્યું 

અંકલેશ્વર હાઈવે ઉપર રાજપીપળા ઓવર બ્રીજ ઉપર ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા ચાલક સહીત પરિવારનો આબાદ બચાવ થયો હતો

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ શાહપુરા ખાતે રહેતા ઝાહિર હુશેન શાહ તેઓના શેઠની ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.૦૨.સી.વી.૧૬૭૬ લઇ સુરતથી શેઠ અને તેઓના પરિવારના ત્રણ સભ્યો સાથે ધોરાજી ખાતે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાઈવે ઉપર રાજપીપળા ઓવર બ્રીજ ઉપરથી પસાર થતા હતા તે વેળા પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા ટ્રક ચાલકે ફોર વ્હીલ ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પરિવારનો આબાદ બચાવ થયો હતો જો કે ગાડીને નુકશાન થવા પામ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: