Satya Tv News

અંકલેશ્વર GPCBદ્વારા સાફસફાઈ અભિયાન શરૂ
ગ્રીન બેલ્ટની સાફ સફાઈ હાથ ધરી
ઉદ્યોગ મંડળના ઉદ્યોગપતિઓ જોડાયા
સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે

અંકલેશ્વર જીપીસીબી દ્વારા આજરોજ અંકલેશ્વર વસાહતમાં આવેલ ગ્રીન બેલ્ટના સાફસફાઈના અભિયાનની શરૂઆત કરી હતી.

YouTube player

અંકલેશ્વર જીપીસીબી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, નોટિફાઈડ એરિયા ઓર્થોરિટી ના સંયુક્ત ઉપક્રમે આજરોજ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં પર્યાવરણ ની જાળવણી માટે અગાઉ બનવવામાં આવેલ ગ્રીન બેલ્ટની સાફ સફાઈ હાથ ધરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જી-૨૦ સમિટ અંતર્ગત સધન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાની હાકલના ભાગ રૂપે યોજાયેલા આ સ્વચ્છતા અભિયાન દરમ્યાન અંદાજે ૨ લાખ ચોરસ મીટર માં પથરાયેલા ગ્રીન બેલ્ટ ની સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં જીપીસીબીના રીજીયોનલ ઓફિસર રાખોલીયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી,ભૂતપૂર્વ પ્રમુખ મહેશ પટેલ,નોટિફાઈડ એરીયાના ચેરમેન મનસુખ વેકરીયા,ચીફ ઓફિસર વિપુલ ગજેરા સહીત ઉદ્યોગપતિઓ જોડાયા હતા.જીપીસીબી ના અધિકારીએ જણાવ્યુ હતુ કે આગામી એક માસ દરમ્યાન સમગ્ર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગ્રીન બેલ્ટ સહિત જાહેર સ્થળોએ વિવિધ ઉદ્યોગ ગૃહો તેમજ સમાજ સેવી સંસ્થાઓના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: